News
સલમાનને હાશકારો, બોમ્બે હાઇકોર્ટે સજા અટકાવી
5/8/2015 12:58:14 PM
13 વર્ષ જૂનાં હિટ એન્ડ રન કેસમાં સમલાન ખાનને જામીન કરી હતી તે અંગે બોમ્બે હાઇકોર્ટે સુનાવણી કરી દીધી છે. સલમાનની સજા રદ થઇ ગઇ છે. હવે તેને જેલ નહિ જવું પડે. હવે તેને ફક્ત સેશન્સ કોર્ટમાં જઇ બેલ બોન્ડ ભરવાનો રહેશે. આ બેલ બોન્ડ ફક્ત 30,000 રૂપિયાનો રહેશે. તે બાદમાં તેને જામીન મળી જશે. કાલથી કોર્ટનું વેકેશન શરૂ થાય છે. તેથી આ કેસની સુનવણી ઓછામાં ઓછા 28 દિવસ સુધીનો સમય મળી જશે. સલમાન ખાન આજે સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કરશે તે બાદ તેને બેલ બોન્ડ ભરવાનાં રહેશે તે બાદ તેને તુરંત જ જામીન મળી જશે. ટૂંક સમયમાં સલમાન સેશન્સ કોર્ટ પહોંચશે. હાઇકોર્ટનાં જજે સરકારી વકીલને પુછ્યું કે, જેલ કેમ મોકલવો જોઇએ? મને લાગે છે કે આ કેસમાં વધુ પૂરાવા અને દલીલોની જરૂર છે. હાલમાં કેસ સ્થગિત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 6 મેનાં રોજ મુંબઇ સેશન્સ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. 15 જૂને થશે હિટ એન્ડ રનની આગામી સૂનવણી હાઇકોર્ટમાં 15 જૂને થશે હિટ એન્ડ રનની આગામી સૂનવણી, તેમજ તે જ દિવસે કોર્ટની આગળની હિયરિંગ તારીખ નક્કી કરવામાં આવશે
No comments:
Post a Comment